Placeholder canvas

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા હિજરતી શ્રમિકોનું પલાયન અટકાવવા જાહેરનામું બહાર પડાયું

મોરબી : સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાનો હુકમ થયેલ છે. તેને અનુલક્ષીને તા.૨૯મી માર્ચના રોજ મજુરો તથા લોકડાઉનના કારણે અટવાયેલા લોકોને અનુલક્ષીને કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે.

(1) સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક તેઓના ભાડૂઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબૂર ન કરે કે મકાન જબરજસ્તી ખાલી ન કરાવે.

(2) સમગ્ર મોરબી જિલ્લામાં આવેલ તમામ પ્રકારના ઔદ્યોગિક એકમો/ફેકટરીઓ, જમીન માલીકો, કન્સ્ટ્રક્શન સાઇટ તથા તમામ પ્રકારના યુનિટો (જ્યા શ્રમિકો કામ કરતા હોય તેવા યુનિટ)ના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા જે-તે ઔદ્યોગિક એકમો/ફેકટરીઓના માલિક, જમીન માલીક, કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાકટર તથા તમામ પ્રકારના યુનિટો (જ્યા શ્રમિકો કામ કરતા હોય તેવા યુનિટ)ના માલિક એ કરવાની રહેશે. તેઓને હિજરત કરવાની ફરજ ન પડે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ફેકટરીના માલીક તથા ખેતરના માલીક તથા કન્સ્ટ્રકશન સાઇટના કોન્ટ્રાકટરો/માલિકની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. 29 માર્ચ થી તા. 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો