Placeholder canvas

મોરબી જિલ્લા ભાજપના સંગઠનની જાહેરાત: વાંકાનેરમાંથી 2 ઉપપ્રમુખ 2 મંત્રી

આજે ભાજપે મોરબી જિલ્લા ભાજપના સંગઠનની જાહેરાત કરી છે જેમાં દરેક તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી ભાજપના કોઈપણ લઘુમતી આગેવાનને સ્થાન મળેલ નથી.

મોરબી જિલ્લાના ભાજપના સંગઠનમાં પ્રમુખ તરીકે મોરબી ગ્રામ્યમાંથી દુર્લભજીભાઈ દેથરિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ 8, મહામંત્રી 3, મંત્રી 8, કોષાધ્યક્ષ 1 અને કાર્યાલય મંત્રી 1ની નિમણૂક કરવામાં આવી છે.

ભાજપના નવા સંગઠન માળખામાં વાંકાનેર તાલુકામાંથી ઉપપ્રમુખ પદે બે અને મંત્રી પદે બે આગેવાનોની પસંદગી કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ સોમાણી અને ગોરધનભાઈ સરવૈયાની પસંદગી કરવામાં આવી છે મંત્રી તરીકે રાતીદેવડી ગામના વતની રસિકભાઈ વોરા અને ગોવિંદભાઈ સવાભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો