Placeholder canvas

મોરબી: આજે કોરોનાનો વાવડી રોડ પ્રથમ કેસ: જિલ્લામાં કુલ કેસનો આંકડો 59 પર

વાંકાનેરના જીનપરા વાળા દર્દી ને તેમજ એક મોરબીના દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

મોરબી : આજે મોરબી શહેરમાં વાવડી રોડ પર વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. અહીં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 59 પર પહોંચી ગઈ છે.

વાવડી રોડ પર નોંધાયેલા કેસની મળતી માહિતી મુજબ જીવન જ્યોત સોસાયટીમાં, વાવડી રોડ ઉપર રહેતા અનુબેન સુરેશભાઈ ભાટિયા (ઉ.48) નામના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબીમાં કોરોનાના કેસો સતત વધી વધી રહ્યો છે. જોકે આ સાથે આજે કોરોનાગ્રસ્ત બે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મોરબીના મહેશ હોટલના માલીક 44 વર્ષ અને વાંકાનેરના જિનપરા વિસ્તારના રહેવાસી 40 વર્ષના પુરુષની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો