Placeholder canvas

મોરબી: વધુ 24 લોકોના કોરોના ટેસ્ટ નેગેટિવ

મોરબી : મોરબીમાં ગઈકાલે બુધવારે કુલ 24 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મોરબી જિલ્લાના કુલ 24 લોકોના સેમ્પલ ગઈકાલે બુધવારે લેવાયા હતા. જેમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા મોરબીની આયુષ હોસ્પિટલમાં મહેન્દ્ર નગરના 54 વર્ષના પુરુષ, ક્રિષ્ના હોસ્પિટલમાં મોરબી શહેરમાં રહેતા 72 વર્ષના મહિલા તેમજ રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા લજાઈના 5 મહિનાના બાળક અને મોરબી શહેરના 6 મહિનાના બાળક સહિત ચાર લોકોનો સમાવેશ થાય છે.

જ્યારે સ્ક્રીનીંગ સેમ્પલના રૂપમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી 9 અને ક્રિષ્ના હોસ્પિટલમાંથી 11 લોકો સહિત કુલ 24 લોકોના આજે સેમ્પલ લેવાયા હતા. જે તમામના લોકોના સેમ્પલના રિપોર્ટ કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી મોરબી જિલ્લો હજુ કોરોના મુક્ત જ રહ્યો હતો.

આ સમાચારને શેર કરો