Placeholder canvas

મોરબી જિલ્લાવાસીઓએ કોરોના અટકાવવા આટલું તો જરૂર કરવું -કલેકટર જે.બી. પટેલે

મોરબી : હાલ કોરોનાનો એક જ ઉપાય છે. જાગૃત બનીએ અને બીજાને બનાવીએ. તો સમગ્ર મોરબી જિલ્લાવાસીઓએ કોરોનાને અટકાવવા માટે આગળ આવીને સાવચેતી દાખવવી પડશે. જે માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલે સમગ્ર જિલ્લાવાસીઓ માટે સુચનો જાહેર કરીને તેનું અનુકરણ કરવાની અપીલ કરી છે.

મોરબી જિલ્લાના પ્રજાજનોએ કામ વગર ઘરની બહાર નિકળવું નહિ.

જાહેર રસ્તાઓ પર આવેલ ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, ખાણી- પીણીની લારીઓ, ઢાબા, ચોરા ઉપર ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહિ.

લોકોએ જાહેર સ્થળોએ જેમકે બગીચા, સ્નાનાગારઝ આનંદ- પ્રમોદના સ્થળો ઉપર શક્ય હોય ત્યાં સુધી ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહિ.

વડાપ્રધાને તા.22ના રોજ સવારે 7થી રાતના 9 સુધી જનતા કરફ્યુ રાખવાનો અનુરોધ કર્યો છે. જેનું સંપૂર્ણ પાલન કરવું. મોરબી પાલિકા દ્વારા જનતા કરફ્યુના સમર્થનમાં તા.22ના રોજ સાંજે 5 વાગ્યે સાયરન વગાડવામાં આવશે.

ટ્રાન્સપોર્ટર એસો.ને તેમની સાથે જોડાયેલા મજૂરો અને ડ્રાઇવરોને યુનિટમાં પ્રવેશતા પૂર્વે સેનિટાઈઝર અને માસ્ક પુરા પાડવા અનુરોધ કરવામાં આવે છે. કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે તેવી અપીલ છે.

જિલ્લામાં આવેલ તમામ ગેસ્ટ હાઉસ માલિકોએ બહારથી આવતા ગ્રાહકોને સેનિટાઈઝર તથા માસ્ક સાથે પ્રવેશ આપવો.

કોઈ પણ નાગરિકોએ જાહેરમાં થૂંકવું નહિ.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના માટે હેલ્પલાઇન નંબર 104 જાહેર કરવામાં આવ્યો છે. જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવો.

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની અનિવાર્ય ઇમરજન્સી સિવાય મુલાકાત ન લેવા અપીલ કરવામાં આવે છે.

આ સમાચારને શેર કરો