મોરબી: નાગરિકતા કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

મોરબી : મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આજે 19 ડિસેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન ગઇકાલે કરવામાં આવ્યું છે. લઘુમતી અધિકાર મંચ સહિતની સંસ્થાઓ દ્વારા આ એલાન કરાયું છે. તેમજ ગુજરાતના અમુક શહેરોમાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

ત્યારે મોરબીના મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા કાયદાના વિરોધના સમર્થનમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સનને સંબોધીને મોરબી કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે બહોળા પ્રમાણમાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા.

આ સમાચારને શેર કરો
  • 117
  •  
  •  
  •  
  •  
  •  
    117
    Shares