મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયાની પેનલનો વિજય

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની 19 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં ગઈ કાલે સવારથી શરૂ થયેલ મતગણતરીના અંતે રાત્રે 12 વાગ્યે તમામ બેઠકોના પરિણામ જાહેર થયા હતા. જેમાં કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની પેનલનો વિજય થયો છે અને ધારાસભ્ય લલતીતભાઈ કગથરા પોતે પણ ચૂંટણી હારી ગયા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ગઈ કાલે સવારે પ્રથમ ખરીદ વેચાણ સંઘ અને વેપારી પેનલની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ભાજપના મગનભાઈ વડાવિયા અને મનહરભાઈ ગાંડુભાઇ બાવરવાનો વિજય થયો હતો જયારે વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત છત્રોલા ભરતભાઇ, બાવરવા કિશોરભાઇ અને ઢેઢી શશિકાંતનો વિજય થયો હતો અને એક બેઠક ઉપર ભાજપ પ્રેરિત કેશુભાઇ રૈયાણીનો વિજય થતા વેપારી વિભાગમાં ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો હાથ મજબૂત થયો હતો.

જો કે ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 21 ઉમેદવારો ચૂંટણી લડતા હતા, જેમની કુલ 69 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને રાત્રીના 12 વાગ્યે તમામ 10 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો વિજય થતા માર્કેટિંગ યાર્ડમાં સતા પુનરાવર્તન થયું છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારો

ખરીદ વેચાણ સંઘ વિભાગ
(1) મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (સહકાર પેનલ )
(2) મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા (સહકાર પેનલ )

વેપારી વિભાગ
(1) કિશોરભાઈ થોભણભાઈ બાવરવા (પરિવર્તન પેનલ )
(2) ભરતભાઈ ઓધવજીભાઈ છત્રોલા(પરિવર્તન પેનલ )
(3) કેશવજીભાઇ લવજીભાઈ રૈયાણી (સહકાર પેનલ)
(4) શશીકાંત ભગવાનજીભાઈ ઢેઢી (પરિવર્તન પેનલ)

ખેડૂત વિભાગ
(1) હીરજીભાઈ કેશવજીભાઇ અમૃતિયા (સહકાર પેનલ)
(2) પરસોતમભાઇ અવચરભાઈ કૈલા (સહકાર પેનલ)
(3) ધ્રુવકુમારસિંહ પ્રહલાદસિંહ જાડેજા (સહકાર પેનલ)
(4) આપાભાઈ કાળુભાઇ બોરીચા (સહકાર પેનલ)
(5) ભવાનભાઈ કુંવરજીભાઇ ભાગીયા (સહકાર પેનલ)
(6) મનસુખભાઇ નરશીભાઈ ભાડજા (સહકાર પેનલ)
(7) ભરતભાઈ કરમશીભાઇ ભાલોડીયા (સહકાર પેનલ)
(8) હરિલાલ મોહનભાઇ મોરડીયા (સહકાર પેનલ)
(9) વિનોદભાઈ ગોરધનભાઈ લોરિયા (સહકાર પેનલ)
(10) વિજયકુમાર ધીરુભાઈ હુંબલ (સહકાર પેનલ)

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •