Placeholder canvas

મોરબી: કોરોનાના શંકાસ્પદ બાળક સહિત 3 કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં હજુ કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ ગઈ કાલે એક નાના બાળક સહિત 3 લોકોમાં કોરોનોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં નાના બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. અન્ય બેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે. જે તમામ નેગવટિવ આવ્યા છે. ત્યારે 3 દિવસ કોઈ શંકાસ્પદ કેસ ના નોંધાયા બાદ ગાઈ કાલે એક નાના બાળક સહિત 3 કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતુ. સદભાવના હોસ્પિટલમાં સારવારમાં રહેલા નવ મહિનાના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યા હતા. જે રિપોર્ટ નેગવટિવ આવ્યો હતો. આ બાળકને કોરોના નહીં પણ ન્યુમોનિયા હોવાનું જાહેર થયું હતું.

જયારે વધુ બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઇ જામનગર રિપોર્ટ માટે મોકલ્યા છે. જે રિપોર્ટ આજે આવશે. આજે જે બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે તે બંને યુપીના છે અને એક વ્યક્તિ રફાળેશ્વર પાસે અને બીજો પાવરયાળી, જેતપર રોડ પર રહે છે. આ બંને અહીં જ રહે છે. અને કોઈ બહારના પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નથી. હાલ તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

આ સમાચારને શેર કરો