Placeholder canvas

અંબાલાલ પટેલની આગાહી: ગુજરતમાં 13 જૂનથી સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસુ…

હાલમાં ભારે તાપ પડી રહ્યા છે ત્યારે ઍક ઠંડક આપનાર અને ખેડુતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે આવશે અને કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, આ જૂન મહીનાનાં પ્રથમ સપ્તાહથી જ વાદળ બંધાવાનું શરૂ થઇ જશે અને 13 જૂન બાદ સત્તાવાર રીતે રાજ્યમાં ચોમાસું બેસવાનું શરૂ થઇ જશે. જૂન મહીનામાં જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.

અંબાલાલે જણાવ્યું કે, ‘આ વખતે રાજ્યમાં જૂન મહીનાનાં પ્રથમ સપ્તાહમાં જ ભારે પવન સાથે વરસાદ આવશે. રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં અતિ હળવાથી અતિ ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલે કરી છે. વધુમાં અંબાલાલે વરસાદને લઇ કહ્યું કે 31મેનાં રોજ કેરળમાં તો સત્તાવાર રીતે વરસાદનું આગમન થઇ જશે જેનાં કારણે 6 જૂન સુધી પ્રિમોન્સુન એક્ટીવીટી ગુજરાતમાં દેખાશે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા સારો એવો વરસાદ પડશે.

8 જૂન સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચશે અને બાદમાં 13, 14 અને 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું ગુજરાતમાં બેસી શકે છે. 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. જ્યારે જૂન મહીનાનાં છેલ્લાં સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત હવામાન વિભાગનાં નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, મેનાં અંતથી વંટોળ આવશે અને પવનથી દરિયાઈ વાવાઝોડું પણ સક્રિય થશે કે જે 13થી 15મી જુન સુધીમાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં વરસાદ લાવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો