Placeholder canvas

ભારતમાંથી કોરોનાને હાંકી કાઢવા મોદી સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન

કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાભરના દેશો માટે સૌથી મોટો પડકાર છે. ભારતએ પણ તેના સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન લાગુ કર્યુ છે. આં છતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સાથોસાથ મોતનો આંકડો પણ દરરોજ વધી રહ્યો છે. 22 માર્ચથી અત્યાર સુધી ત્રણ ગણા કેસ થઈ ગયા છે. એવામાં મોદી સરકારએ કોરોના વાયરસનો સામનો કરવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. સરકારની રણનીતિને મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ પણ કરવામાં આવી છે. ચાલો તો જોઇએ અને સમજીએ આ 20 પાનાઓમાં સરકારે કોરોનાને ખતમ કરવા માટે તૈયાર કરેલા પ્લાનને…

1 આ રણનીતિ હેઠળ સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોને પૂરી રીતે બફર ઝોન બનાવીને સીલ કરવામાં આવશે. એવા વિસ્તારોને લગભગ એક મહિના સુધી સમગ્રપણે બંધ રાખવામાં આવશે. અહીં કોઈને પણ આવવા-જવા પર પ્રતિબંધ હશે.

2 જે વિસ્તારોમાં કોરોનાના દર્દી હશે ત્યાં સ્કૂલ, કોલેજ અને ઓફિસને બંધ રાખવામાં આવશે. સાથોસાથ અહીં પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ચલાવવાની મંજૂરી પણ નહીં હોય. માત્ર જરૂરી સેવાઓને ચાલુ કરવામાં આવશે.

3 એવા વિસ્તારોથી તમામ પ્રતિબંધ હટાવવામાં આવશે જ્યાં કોઈ કોરોનાનો નવા દર્દી ન મળ્યા હોય. તેના માટે શરત એ રાખવામાં આવી છે.કે છેલ્લો પોઝિટિવ કેસ મળ્યાના ચાર સપ્તાહ બાદ તમામ પ્રતિબંધો ખતમ કરી દેવામાં આવશે.

4. કોરોનાના તમામ દર્દીઓને હોસ્પિટલથી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. આ એ હૉસ્પટિલ હેશ જેને ખાસ કરીને કોરોના માટે તૈયાર કરવામાં આવશે.

5 કોરોનાના દર્દીઓને હૉસ્પિટલથી રજા આપવા માટે પણ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. તેમાં કોઈ પણ દર્દીને ત્યારે હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવશે જ્યારે તેમના બે સેમ્પલ નેગેટિવ આવી જાય. આ ઉપરાંત ઓછા લક્ષણવાળા દર્દીઓને સ્ટેડિયમમાં રાખવામાં આવશે. થોડા વધુ લક્ષણવાળા દર્દીઓને હૉસ્પિટલમાં રાખવામાં આવશે. જ્યારે વધુ ગંભીર દર્દીઓને મોટી અને સ્પેશલ હૉસ્પિટલમાં મોકલાવમાં આવશે.

6 ઇન્ફુએન્જા જેવી બીમારીના મામલાની તપાસ સ્વાસ્થ્ય કેન્દ્રો પર કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની વધારાને નજર રાખવામાં આવશે અને વધારાની તપાસ માટે તેને સર્વેલન્સ ઓફિસર કે સીએમઓની જાણકારીમાં લાવવામાં આવશે.

7 સરકાર કોરોનાની તપાસની સંખ્યાને પણ સતત વધારવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ, સરકાર પહેલા જ તેના માટે 50 લાખ રેપિડ કિટ માટે ઓર્ડર આપી ચૂકી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો