Placeholder canvas

વાંકાનેર: મોબાઈલ ચોરી કરતી ટોળકીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી

આ ટોળકી પાસેથી 15 મોબાઈલ, 1 લેપટોપ અને 1 બાઇક કબ્જે કરાયું: મોબાઈલ ખરીદનાર ચોટીલા પંથકના શખ્સને પણ પોલીસે દબોચ્યો

વાંકાનેર : ભીખ માંગવાનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરતી ચાર શખ્સોની એક ટોળકીને વાંકાનેર સીટી પોલીસે 15 મોબાઈલ, 1 લેપટોપ અને 1 બાઇક મુદામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ચોરેલા મોબાઇલની ખરીદી કરતા ચોટીલા પંથકના 1 શખ્સને પણ પોલીસે આરોપીના બ્યાનના આધારે ઝડપી પાડ્યો છે.

ચંદ્રપુર ગામ નજીક આવેલા ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા દંગા પાસેથી ટ્રિપલ સવારીમાં નીકળેલા શખ્સોને અટકાવી બાઈકના કાગળો માંગતા ત્રણેય શખ્સો ગોળ ગોળ જવાબ આપતા હોય બાઈકના નંબર તથા એન્જીન-ચેસીસ નંબરના આધારે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી જાણવા મળ્યું હતું કે ઉક્ત બાઇક રાજકોટના કુવાડવા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલું છે. ત્રણેયની અંગ ઝડતી દરમ્યાન ચાર મોબાઈલ મળી આવ્યા હતા. આથી ત્રણેય શખ્સોની ધનિષ્ટ પૂછપરછ દરમ્યાન આરોપીઓએ કબુલ્યું હતું કે મોરબી-વાંકાનેર વિસ્તારમાં ઢૂંવા, માટેલ, સરતાનપર રોડ સહિતના વિસ્તારોમાંથી 15 મોબાઈલ અને 1 લેપટોપની ચોરી કરી હતી.

બાઇક પણ રાજકોટના કુવાડવા વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી. ચોરેલા મોબાઈલ ચોટીલાના કુંઢડા ગામના 30 વર્ષીય જયરાજ વલકું કાઠીને વેચ્યા હોવાની કબૂલાત પણ કરતા ચોટીલાના શખ્સને પણ ઉઠાવી લેવાયો હતો. લખન નારણ મારવાડી ઉં.વ. 20, રહે. વાંકાનેર, દિલીપ કિશોર અપારનાથી ઉં.વ. 22 રહે. અમદાવાદ લીંબડી હાઇવે, તથા રવિ મુકેશ વાણંદ ઉં.વ. 22 રહે. લીંબડીની ઉક્ત ગુન્હામાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ભીખ માંગવાનો સ્વાંગ રચી જે તે જગ્યાએ ભટકતા રહેતા હતા અને લેબર કવાટર્સ કે જાહેર જગ્યા પર આડા પડેલા લોકોના મોબાઈલ ઉઠાવી નાસી જતા હતા. સરતાનપર રોડ સ્થિત કોઈ કારખાનમાંથી લેપટોપની ચોરી કરી હતી. ઉપરોક્ત આરોપીઓને ઝડપી ગુન્હા કબૂલ કરાવવામાં વાંકાનેર સીટી. પીઆઇ બી.પી.સોનારા, તેમજ વાંકાનેર પોલીસ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઈ કાનગડ મુકેશભાઈ ફાંગલિયા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો