Placeholder canvas

મીતાણા ચોકડીએ 10 દિવસનું સ્વેચ્છિક લોક ડાઉન

Jayesh Bhatashna (Tankara)
ટંકારા: રાજકોટ મોરબી રોડ પર આવેલા ટંકારાના મિતાણા ગામે મિતાણા ચોકડી પર આવેલા શોપિંગ સેન્ટરની ચા- પાણી, પાન-માવા અને ખાણીપીણીની તમામ દુકાનો આજે શનિવારથી 10 દિવસ માટે બંધ કરવાનો સ્થનિકોએ નિર્ણય કર્યો છે.

ઉક્ત નિર્ણય અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વધતા કોરોનાના કેસ વચ્ચે કારીયાણું, શાકભાજી, ફળફ્રૂટ.અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય વેપારીઓએ કર્યો છે. આજે શનિવારથી આગામી 10 દિવસો દરમ્યાન ઉક્ત સ્થળે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.

આ સમાચારને શેર કરો