વાંકાનેર: રંગપર ગામેથી મીટીંગમાં જવા નીકળેલી યુવતી લાપતા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામેથી વાંકાનેર મીટીંગમાં જવા નીકળેલી યુવતી લાપતા થયાનો બનાવ વાંકાનેર તાલુકા પોલીસને પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતી લક્ષ્મીબેન દેવજીભાઇ વાધેલા (ઉ.વ. ૨૦) નામની યુવતી ગત તા. ૧૦ ના રોજ વાંકાનેર મીટીંગમા જવાનુ હોય રંગપર ગામના પીકઅપ બસસ્ટેન્ડથી ગયા બાદ ધરે પરત નહી આવતા પોતાની પુત્રી ગુમ થયાની તેના પિતા દેવજીભાઇ હીરાભાઇ વાધેલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેમાં નોંધ કરાવી છે. આથી વાંકાનેર તાલુકા પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •