વાંકાનેર: કોલ્ડ્રિંક્સમાં બેભાન કરવાની દવા આપીને ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ

વાંકાનેર : વાંકાનેરના મેઈન બજારમાં આવેલ પંખેરા ડ્રેસીસના માલિક વસીમ કાઝીએ તેમની દુકાનમાં કામ કરતી એક સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની ફરિયાદ વાંકાનેર શહેર પોલીસ મથકમાં થઈ છે.

આ બનાવની ઘટના મુજબ ફરિયાદીની સગીર વયની દીકરી (ઉંમર ૧૫ વર્ષ ૪ માસ) આરોપી વસીમ કાઝીની દુકાનમાં પ્રાઇવેટ નોકરી કરતી હોય ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી બેભાન કરી જાતીય પ્રવેશ હુમલો કરેલ તેમજ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર સગીરાને માર મારી તેઓ ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ.

જે અંગે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬(૨) એચ.આઈ., ૩૨૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તેમજ પોસ્કો એક્ટ કલમ ૩એ, ૪, ૧૬ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ. એમ. રાઠોડ ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •