Placeholder canvas

કચ્છ: લૉકડાઉન દરમિયાન મિરાજ તમાકુ ખાવા મામલે 22 વર્ષીય યુવકની હત્યા

ભૂજ : લૉકડાઉન વચ્ચે કચ્છના આદિપુરના ત્રણવાળી વિસ્તારમાં એક 22 વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. તમાકુ ખાવા બાબતે થયેલા ઝઘડામાં એક પરિવારે પોતાના 22 વર્ષના જુવાન દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ મૃતક યુવકના પિતા પાસે તમાકુ હોવાનું એક યુવકને જણાવ્યું હતું. આ વાતને લઈને આરોપી અને મૃતક યુવક વચ્ચે ઝઘડો થયો હતો.

મિરાજ તમાકુ બાબતે હત્યા

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આદિપુરના બાજીગર મહોલ્લા ખાતે નટ-બજાણીયા કોમના લોકો રહે છે. સવારે આરોપી અને મૃતક યુવકના પિતા સહિતના લોકો ત્યાં બેઠા હતા. આ દરમિયાને એક વ્યક્તિએ આરોપી જવાહર હીરા બાજીગર પાસે તમાકુની માંગણી કરી હતી. આ સમયે મરણજનાર યુવક સંજય શંકર બાજીગરના પિતા શંકભાઈ પણ ત્યાં બેઠા હતા. આરોપી પાસે તમાકુ ન હોવાથી તેણે યુવકને શંકરભાઈ પાસે તમાકુ હશે તેમ જણાવ્યું હતું.

મૃતક યુવકને આરોપી તેના પિતાની મસ્કરી કરતો હોવાનું લાગ્યું

પોલીસના કહેવા પ્રમાણે આ સમયે મૃતક યુવક સંજય પણ ત્યાં બેઠો હતો. આરોપીની આવી વાત બાદ તેને એવું લાગ્યું હતું કે તે મારા પિતાની મશ્કરી રહી રહ્યો છે. જે બાદમાં તેણે આરોપી જવાહરને તેના પિતાની મશ્કરી ન કરવાની જણાવ્યું હતું. આ બાબતે બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં આરોપી નજીકમાં જ આવેલા તેના ઘરેથી દોડીને ખંજર જેવું હથિયાર લાવ્યો હતો અને પીડિતના ડાબા પગના સાથળમાં મારી દીધું હતું.

આ ઘા યુવક માટે જીવલેણ સાબિત થયો હતો. ખંજરના ઘા બાદ વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જે બાદમાં યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. તમાકુ મામલે થયેલા ઝઘડો હત્યામાં પરિણમતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે બાદમાં પોલીસે આરોપીની અટકાયત કરીને વધારે કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો