Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી: સેમ-2 અને 4નું મેરીટ બેઝ પરિણામ તા.5 સુધીમાં જાહેર કરાશે

અંતિમ વર્ષની પરીક્ષા લેવાના મુદ્દે ટુંક સમયમાં નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યુ.જી.ના સેમેસ્ટર-2 અને 4ના વિદ્યાર્થીઓ મેરીટ બેઝ પ્રોગ્રેશનના પરિણામ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે જ જાહેર કરી દેવામાં આવનાર છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે સેમેસ્ટર-2 અને 4ના 1.50 લાખ વિદ્યાર્થીઓના મેરીટ બેઝ પ્રોગ્રેશનના પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલ યુનિ. દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ એટલે કે તા.5 પહેલા સેમેસ્ટર-2 અને 4ના દોઢ લાખ વિદ્યાર્થીઓના પરિણામ યુનિ. જાહેર કરી દેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના પગલે ચાલુ વર્ષે ઇન્ટર મીડીએટ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લઇ શકાય તેમ ન હોય રાજય સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓના પરિણામ આગામી તા.પ પહેલા જાહેર કરી દેવાશે. તેમજ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના મુદ્દે યુનિ. દ્વારા આગામી ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે તેમ ડો.પેથાણીએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો