Placeholder canvas

મેઘમહેર: રાણાવાવમાં 5 ઇંચ, પોરબંદરમાં 4.5 ઇંચ, કુતિયાણામાં 2.5 ઇંચ, જૂનાગઢમાં સવારથી જ ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજ સવારથી જ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. પરંતુ હજુ અસહ્ય ગરમી યથાવત છે અને લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં એકથી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાણાવાવમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુતિયાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

24 કલાકમાં પડેલો વરસાદ (MMમાં)
કુતિયાણા-69
પોરબંદર-115
રાણાવાવ- 119

ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ઝાપટાં વરસવાનું શરૂ થયું છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

આ સમાચારને શેર કરો