Placeholder canvas

મોરબી: PHC ભરતનગરમાં સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવી.

આજ રોજ મોરબી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રા.આ.કેન્દ્ર-ભરતનગરમાં બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય મોરબી માળિયા અને હંસરાજભાઈ પાચોટીયા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સગર્ભા બહેનો ને દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવેલ હતી. જેમાં પ્રા.આ.કેન્દ્ર- ભરતનગરના મેડિકલ ઑફિસર ડૉ. સંજય એચ.જીવાણી તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડી.એસ. પાચોટીયા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ દ્વારા તમામ બહેનોને આરોગ્યને લગતી સેવાઓ અને યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીનેે ચોમાસું ચાલુ હોય મચ્છર જન્ય રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ માહિતી આપવાામાં આવી હતી.

મોરબી તાલુકા હેલ્થ ઓફીસમાંથી ઉપસ્થિત શૈલેષ પારેજીયા દ્વારા તમામ સગર્ભા બહેનો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામ જનોને આરોગ્યની સેવાનો લાભ લેવાની સલાહ આપવામાં આવેલ હતી અને ખાસ કોંગો ફીવર વિશે સમજાવવામાં આવ્યુ હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો