Placeholder canvas

વાકાનેર: ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા કોરોના ફાઈટર્સને માસ્ક, સેનીટાઈઝર અને હેન્ડ ગ્લોઝનું વિતરણ કરાયુ.

સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ કોવીડ 19 જેવી મહામારી માંથી પસાર થઇ રહ્યો છે અને સમગ્ર પ્રશાસન લોકો ને આ મહામારી માથી બહાર લાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે વાંકાનેર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા પોતાની નૈતિક ફરજ ના ભાગ રૂપે સતત ખડે પગે રહીને લોકો ની સેવામાં હાજર એવા પોલીસ મિત્રો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ડેપ્યુટી કલેકટર ઓફિસ ના સ્ટાફ ને ટ્રીપલ લેયર માસ્ક, સેનિટાઈજર તથા હાથ ના મોજા આપી પોતાનો ડોક્ટરી ધર્મ નિભાવ્યો હતો

આ ઉપરાંત ફરજ પર હાજર સ્ટાફ ને ડૉક્ટર મિત્રો દ્વારા પોતાની કાળજી કેમ રાખવી તથા માસ્ક નો ઉપયોગ કેમ કરવો તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ડૉક્ટર્સ એસોસિએશને પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને કહ્યું હતુ કે આ સમયે અમારી કોઇ પણ પ્રકારની, ક્યાંય પણ જરૂર હોય તો કહેજો

આ પ્રસંગે પ્રમુખ ડો.જી.એ. બાદી, સેકે્ટરી ડો જહીર ચૌધરી, ડો અશ્વિન ધરોડીયા, ડો દેકાવડીયા , ડો અલ્તાફ શેરસીયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી એ એસોસિએસનનો આભાર માન્યો હતો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો