વાંકાનેર: રાતડીયામાં સામાન્ય બાબતે મારામારી

વાંકાનેર : વાંકાનેરના રાતડીયા ગામે વાડા બાજુ કુદરતે હાજતે નહી જવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ માવજીભાઇ મેર (ઉ.વ. ૩૭, રહે રાતડીય સીમ, વાંકાનેર) વાળાએ આરોપીઓ સીંધાભાઇ સતાભાઇ ઝાપડા, સાદુળભાઇ પુનાભાઇ ઝાપડા, મંજુબેન સાદુળભાઇ ઝાપડા, રાજુભાઇ સાદુળભાઇ ઝાપડા (રહે. બધા રાતડીયા, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૪ ના રોજ આરોપીને સાહેદ નીલેશભાઇ વાડા બાજુ કુદરતે હાજતે નહી જવા કહેતા તે બાબતે ઝઘડો થયેલ તે બાબતેનો ખાર રાખી આરોપીઓ સાહેદો સાથે ઝઘડો કરતા હોય ફરીયાદીએ ઝઘડો નહી કરવા સમજાવતા આરોપીઓએ લાકડી વતી કપાળના ભાગે કુહાડીથી માથાના ભાગે માર મારી ઇજા પહોચાડી અને લાકડી વતી છુટા પથ્થરના ઘા કરી તથા સાહેદના શરીરે મુંઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે મંજુબેન સાદુળભાઇ ઝાપડા (ઉ.વ. ૪૫, રહે. ગામ રાતડીયા, વાંકાનેર) વાળાએ નીલેશભાઇ મનજીભાઇ મેર, હસમુખભાઇ મનજીભાઇ મેર, ભરતભાઇ માવજીભાઇ મેર, મનજીભાઇ માવજીભાઇ મેર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી તથા આરોપીને ઝઘડો થયેલ હોય તે બાબતે ફરીયાદીના પતિ તથા સાહેદો આરોપીને સમજાવવા જતા ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને જમણા પગે સાથળના ભાગે તથા સાહેદોને લાકડી વતી શરીરે માર મારી મુંઢ ઇજા કરી તથા સાહેદ દીનેશ ઉર્ફે સીંધાને હાથમાં ફેકચર જેવી ઇજા કરી છુટા પથ્થરના ઘા મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 42
  •  
  •  
  •  
  •  
  •  
    42
    Shares