Placeholder canvas

ચોટીલા તાલુકાના ૧૦થી વધુ ગામોના કોઝ-વે તૂટયા: પ્રજાજનોને ભારે મુશ્કેલી

ચોટીલા તાલુકામાં ૧૦થી વધુ ગામોમાં કોઝવે તુટતા સ્થાનિક રહીશોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. ચોટીલા વિસ્તાર જીલ્લામાં સૌથી વધુ અંતરીયાળ ગામડા ધરાવે છે. ત્યારે અનેક ગ્રામ્ય રસ્તાને જોડતા રોડ ઉપર આવતા વોકળા ઉપર બેઠા કોઝવે વિશેષ પ્રમાણમાં છે જે અનેક ગામોને જોડતા કોઝવે તુટેલા હોવાથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાય જાય છે. પાણીનો વધુ પ્રવાહ પસાર થાય છે તેવુ જાણતા હોવા છતા આવા વોકળાઓ અને વરસાદી પાણીનાં પ્રવાહના રસ્તે બોક્સવાળા નાળા બનાવવાનાં બદલે કોઇ ચોક્કસ કારણો થી બેઠા કોઝવે બનાવાય છે જેની નબળી ગુણવતા હોવાથી એક બે ચોમાસામાં ધોવાણ થઇ જાય છે.

તુટેલા કોઝવેને કારણે જ્યારે વરસાદ પડે ત્યારે આવા ગામોમાં લોકો પરિવહન કરી શકતા નથી અને જાણે વિખુટા પડી ગયા હોય તેવી હાલતમાં મુકાય જાય છે. આવા અનેક ગામોની મુશ્કેલી માટે સરકાર અને તંત્ર સમક્ષ અનેક વખત સ્થાનિકોએ રજુઆતો કરી, સમુહમાં આવી સ્થાનિક અધિકારીઓને આવેદન પણ આપ્યા છે પણ હજુ સુધી કોઇ નક્કર પરિણામ મળેલ નથી.બે દિવસનાં વરસાદ બાદ અસંખ્ય ગામોની કોઝવે તુટયાની ફરીયાદો આવેલ છે જેમા સુખસર થી ચીરોડા જવાનાં ભાદર નદી ઉપરનો, ધારૈઇ થી ઢોકળવા જતા નદી ઉપરનો, જીવાપર થી ગુંદા જવાનાં રસ્તા ઉપરનો મોટો, મેવાસાથી ગઢેચી જવાના રસ્તા ઉપર ગામની બાજુની નદી ઉપરનો, પિપળીયા(ધા) ગામમાં પ્રવેશતા આવેલ, ખેરાણા ગામની નદી ઉપરનો, ચીરોડા ઠાંગા જવાના રસ્તા ઉપર નદી નો, ચોટીલાથી નવાગામ પાવટી જવાનાં રસ્તા ઉપરનો, કાળાસર ભીડ ભંજન જગ્યા નજીકનો, ખટડી ડાકવડલા વચ્ચેનો, અકાળા થી સ્કુલના રસ્તા ઉપરનો કોઝવે આણંદપુરથી ફુલઝરના રસ્તે આવતા બેઠા કોઝવે તુટયા છે. આ યાદી હજુ વધી શકે તેમ છે.ચોટીલા તાલુકામાં કરવામાં આવતા કોઝવેના બાંધકામ નબળી કક્ષાનાં હોવાની ફરીયાદો ઉઠી છે ત્યારે આવા કોઝવેના સ્થાને બોક્સ વાળા પુલીયા ટાઇપ નાળા બનાવવામાં આવે તો કાયમી સમસ્યા માંથી આ વિસ્તારનાં ગામોને છુટકારો મળે તેમ છે.સ્થાનિક ધારાસભ ઋત્વિકભાઇ મકવાણા એ આ અંગે સરકારમાં લેખિત જાણ કરી ઘટતુ કરવા રજુઆત કરી છે. પરંતુ એવા અનેક ગામો છે જેની દરખાસ્તો થઈ હોવા છતા કોઇ પરિણામ આવેલ નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો