Placeholder canvas

વાંકાનેર: તાલુકાના દલડી ગામ પાસે માલધારી યુવાનને ડમ્પરે હડફેટે લેતા મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના દલડી ગામૅ ગાયો ચરાવવા જય રહેલા ભરતભાઈ સામતભાઈ મુંધવા ઉમર વર્ષ૩૩ ને એક પુરપાટ સ્પીડે આવતા ડમ્પર હડફેટે લેતા તેમનું મૃત્યુ થયેલ છે.

ગઈ કાલે દલડી ગામ નો એક માલધારી યુવાન પોતાની ગાયો લઈ વાંકાનેર થાન રોડ ઉપર ગાયો ચરાવવા માટે જઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા. તેઓને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત ભરતભાઈને સારવાર હિસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનુ સારવાર દરમિયાન મુત્યુ નિપજ્યુ હતુ. વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ ચલાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણી જગ્યાઓ બેફામ રીતે પોતાના ડમપર ચલાવી રહ્યા છે અને આવા કિસ્સા કેટલી વખત બની ચુક્યા છે. ત્યારે આવા બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની આવશ્યકતા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો