Placeholder canvas

કૃભકોની ચુંટણીમાં વાઇસ ચેરમેન વાઘજીભાઇ બોડાને હરાવીને ૪૮ મતે મગનભાઇ વડાવીયાનો વિજય

કૃભકોના નવ ડિરેક્ટર માટે થઈને દેશમાં ચૂંટણી યોજવામાં આવી હતી જે પૈકીની ૮ બેઠકો બિનહરીફ થઇ ગઇ હતી જોકે ગુજરાતની એક બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આવી હતી અને આ ચૂંટણીમાં કૃભકોના વર્તમાન વાઇસ ચેરમેનને હરાવીને મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયા ૪૮ મતની લીડ સાથે વિજેતા બન્યા છે.

દિલ્હી કૃભકોના ડિરેક્ટરોની મુદત પૂરી થઈ ગઈ હોવાના કારણે નવ ડિરેક્ટરની જગ્યા ભરવા માટે તેને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.જોકે આ નવ બેઠકો પૈકીના આઠ ડિરેક્ટરોની જગ્યા બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી. જો કે ગુજરાતની એક બેઠક માટે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા તેમજ કૃભકોના વર્તમાન ચેરમેન વાઘજીભાઈ બોડા દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.

જેથી કરીને દિલ્હી ખાતે ચુંટણી યોજાઇ હતી જેમા ૨૩૯માંથી ૨૩૧ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યુ હતુ. મત ગણતરી કરવામાં આવતા ૨૩૧ મતમાંથી મગનભાઇ વડાવીયાને ૧૩૬ અને વાઘજીભાઇ બોડાને ૮૮ મત મળ્યા હતા જોકે ૮ મત ખોટા પડ્યા હતા આમ કુલ મળીને ૪૮ મતની લીડ સાથે વાઘજીભાઈ બોર્ડની સામે મગનભાઈ વડાવીયાનો વિજય થયો છે. હવે કૃભકોના નવા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ગુજરાતનું પ્રતિનિધીત્વ મગનભાઇ વડાવીયા કરશે.

આ સમાચારને શેર કરો