Placeholder canvas

હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ સ્વખર્ચે શાળાનું રીનોવેશન કરાવ્યું

1976થી શરુ થયેલ ત્યારબાદ 1978માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલતી માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલયને રિનોવેશન, રંગરોગાન કરી દુલ્હનની જેમ સજાવતું ટ્રસ્ટીમંડળ

By Ramesh Thakor (Hadmatiya) ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની ગ્રાન્ટેડ માતૃશ્રી એમ. એમ. ગાંધી વિદ્યાલય ભુકંપ સમયે નવનિર્માણ પામી હતી. ત્યારબાદ ખંઢેર જેવી બની ગયેલી શાળાને રિનોવેશન અને રંગરોગાન માટે ટ્રસ્ટીઓએ આર્થિક ભંડોળ એકત્ર કરી તમામ હાલ ૧૫ ટ્રસ્ટીઓ તેમજ ભુતપુર્વ ટ્રસ્ટીઓ ૪ કુલ ૧૯ મળીને તમામે રૂ. ૨૫,૦૦૦નું આર્થિક દાન આપી રૂ. 475,000 (ચાર લાખ પંચોતેર હજાર) લાખનું ભંડોળ એકત્ર કરી “માતૃશ્રી એમ .એમ.ગાંધી વિધાલય”ને નવોઢાની જેમ શણગાર સજાવીને આત્મનિર્ભર શાળાનું શ્રેષ્ઠ ઉદાહરણ હડમતિયા ગામ દ્વારા પાડવામાં આવ્યું છે.

ટ્રસ્ટના પ્રમુખ કામરીયા પ્રભુભાઈ એમ., રતીલાલભાઈ ખાખરીયા (મંત્રીશ્રી) જીવણસિંહ ડોડીયા (ખજાનચી) તથા ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઈ સંઘાત, ચંદ્રકાંતભાઈ વામજા, પ્રવિણભાઈ ડાકા, મનસુખભાઈ કામરીયા, નિલેશભાઈ રાણસરીયા, જયંતીલાલભાઈ કામરીયા, મગનભાઈ કામરીયા, અરવિંદભાઈ સિણોજીયા, શૈલેષભાઈ રાણસરીયા, રમાબેન. કે. ગાંધી, જેરાજભાઈ મેરજા, રાજેશભાઈ ગાંધી તથા ભુતપુર્વ ટ્રસ્ટી નાનજીભાઈ કામરીયા, લક્ષ્મણભાઈ સિણોજીયા, હિરજીભાઈ રાણસરીયા, કુવરજીભાઈ વામજા, તમામ ટ્રસ્ટીમંડળને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી છે. તેમજ શાળાના સ્ટાફના ડી.સી. રાણસરીયાની અથાગ મહેનત થકી જે ભોગ આપવામાં આવ્યો છે એમને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

ટ્રસ્ટીગણે જણાવ્યુ છે કે ગ્રામજનો, નોકરિયાત, ધંધાર્થીઓ, સિરામિક ઉધોગકારો, બિલ્ડરો તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓ આ સંસ્થાનું ઋણ અદા કરવા આર્થિક અને બૌદ્ધિક રીતે મદદરૂપ થાય તેવી અપેક્ષા ટ્રસ્ટી મંડળ રાખી રહ્યું છે. જેથી, આ માતૃ સંસ્થાનું પરિસર એક નવી ઓળખ પામે. આ માટે આગામી સમયમા એક મિટિંગનું આયોજન પણ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો