Placeholder canvas

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવીને પાંચ લૂંટારુઓ ફરાર

પાંચેય લૂંટારૂઓ બંદૂક લઈને આવ્યા હતા : પોલીસે નાકાબંધી કરીને લૂંટારોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવીને પાંચ લૂંટારુઓ ફરાર થઈ ગયાનો સનસનીખેજ બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ છે. જો કે આ પાંચ શખ્સો બંદૂક જેવા હથિયાર સાથે આવીને બેંકમાં ફિલ્મીઢબે લૂંટના બનવાને અંજામ આપીને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળે છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં આવેલ બેંકમાં લૂંટના બનાવથી સમગ્ર જિલ્લા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના સમયે થયેલા ચકચારી લૂંટના બનાવમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. હાલ આ લૂંટારૂઓ રૂ. 6 લાખની લૂંટ કરીને ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડની બંદૂક પણ ઉપાડી ગયા હોવાની વિગત બહાર આવી છે.

આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખાની બેંકમાં આજે પાંચ શખ્સો બંદૂક સાથે ઘુસી આવ્યા હતા અને બંદુક સાથે આવેલા પાંચ ઇસમો ધોળા દિવસે બેંકમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે જિલ્લા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.આ લૂંટના બનાવની મોરબી એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સહિતના પોલીસ કફલાએ સાધન તપાસ હાથ ધરી છે.લૂંટના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ પાંચ લૂંટારુઓ સ્વીફ્ટ કારમાં બંદૂક સાથે બેકમાં ઘુસી ગયા હતા અને બંદૂકની અણીએ આશરે રૂ.6 લાખની લૂંટ ચલાવી હતી.જેમાં રૂ.4.50 લાખ બેંક ઓફ બરોડા અને રૂ.1.50 લાખ દેનાબેંકના લઈ ગયા છે.

તેમજ સિક્યુરિટી મેનની બંદૂક પણ પડાવી ગયા હતા.આ લૂંટનો બનાવ આજે બોપરે 02:50 મિનિટે બન્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.પાંચેય શખ્સો સ્વીફ્ટ કારમા આવ્યા હતા અને પાંચેય પાસે બંદૂક હતી.જોકે આ બનાવને પગલે અંદરથી બેંક બંધ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે સીટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં આઇસીસીઆઇ, બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખા તેમજ ફાઇનાન્સરોની ઓફીસો આવેલી છે. જેથી લૂંટારૂઓએ આ જગ્યા પસંદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંકમાં આજે બપોરે 02:50 કલાકે પાંચ લૂંટારૂઓ ત્રાટકયા હતા. લૂંટારૂઓએ અહીંના સિક્યુરિટી ગાર્ડને પછાડી દઈને તેને ઇજા પહોંચાડી હતી. આ લૂંટારોએ બંદૂકની અણીએ બેંકમાંથી 6 લાખની લૂંટ ચલાવી હતી. આ વેળાએ એક યુવાન બેંકમાં ચેક નાખવા આવ્યો હતો. ત્યારે મોકાનો ફાયદો ઉઠાવીને લૂંટારૂઓએ તેના લમણે પણ બંદૂક ધરી દીધી હતી અને તેની પાસેથી પર્સ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. હાલ પોલીસ એક પછી એક કડીઓ મેળવીને તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.

👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો