Placeholder canvas

વાંકાનેર: ‘બેટી બચાવો બેટી પઢાવો’ મુદ્દે લુણસરીયાના સરપંચ જયુભા ઝાલાની પ્રશંસનીય કામગીરી.

આ વર્ષે જન્મેલી કુલ ૧૫ દીકરીઓને ગણતંત્ર દિવસના જાહેર અને રાષ્ટ્રીય કાર્યક્રમમાં એક એક હજાર રૂપિયા પોતાના તરફથી આપ્યા…

વાંકાનેર: ‘બેટી બચાવો બેટી પઢાવો’ મુદ્દે લુણસરીયા બોકડથંભા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયુભા ઝાલાની પ્રશંસનીય કામગીરી.

વાંકાનેર તાલુકાના નાના એવા ગામ લુણસરીયા અને બોકડથંભા બાજુ બાજુમાં આવેલા છે. આ બંને ગામની સયુંક્ત ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જયુભા ઝાલા કાર્યરત છે. આ સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ જયુભા ઝાલાએ આ ગણતંત્ર દિવસે બોકડથંભા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં આ વર્ષે બોકડથંભામાં જન્મેલી બાળાઓને ‘બેટી બચાવો બેટી પઢાવો’ આ સરકારના મિશન અંતર્ગત પોતાના તરફથી કુલ ૧૫ બાળાઓને રૂપિયા એક એક હજાર આપવામાં આવ્યા હતા.

આમ જયુભા તરફથી સમાજમાં ઘટી રહેલી દીકરીઓને સંખ્યા સામે સરકારે ‘બેટી બચાવો બેટી પઢાવો’ નું મિશન શરૂ કરેલ છે, તેમાં જયુભા પોતાએ પણ ચિંતા કરીને પોતાનું યોગદાન આપેલ છે. અને સામાજિક વ્યવસ્થા અને અનબેલેન્સ થતા સમાજને અટકાવવાના પોતાના ગામમાં પ્રયાસ કરીને સુસમાજ માટે એક રાજકીય વ્યક્તિએ પ્રશંસનીય કામગીરી કરેલ છે. તેઓને અભિનંદન…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો