Placeholder canvas

આ કેવો સેવસેતુ? વાંકાનેર સેવાસેતુમાં નીકળેલા આયુષ્યમાન કાર્ડ શોભાના ગાંઠિયા

લોકો પરેશાન ન થાય અને સરળતાથી લોકોના કામ થાય એ માટે સરકાર તરફથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં લોકોને જરૂરિયાત વાળા ડોક્યુમેન્ટ સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર જ કાઢી દેવામાં આવે છે. લોકો પણ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેતા હોય છે. પણ વાંકાનેરમાં કંઇક એવી ઘટના સામે આવી છે કે આ સેવાસેતુ કાર્યક્રમ ઉપર લોકો શંકા કરવા લાગ્યા છે. સરકાર લોકોની સેવા કરવા માંગે છે કે મશ્કરી એ જ સમજાતું નથી. હવે લોકોના મોઢેથી સેવાસેતુ કાર્યક્રમ લોકોની સેવા માટે નહીં પણ પોતાની વાહવાહી કરવા માટેનો કાર્યક્રમ છે એવું સાંભળવા મળી રહ્યું છે.

વાંકાનેરમાં થોડા સમય પૂર્વે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં કાઢવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે અને આ અપડેટ ન થયા હોવાથી અનેક લોકોને હાલાકી ભોગવવી પડી છે.

વાંકાનેરમાં ગત તા. 2 ઓગસ્ટના રોજ ભાજપ સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જાતિના દાખલા, આયુષ્યમાન ભારત કાર્ડ, આવકના દાખલા, વૃદ્ધના ઉંમરના દાખલા વગેરે કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત કાર્ડ 80 જેટલા કાઢવામાં આવ્યા હતા. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 20 કાર્ડ અપડેટ થયેલ છે અને બાકીના 60 કાર્ડ આજદિન સુધી અપડેટ થયેલ નથી. તે લોકો કાર્ડ કઢાવવા માટે સિવિલ હોસ્પિટલ જાય છે તો ત્યાંથી એવો જવાબ આપવામાં આવે છે કે સેવાસેતુ કાર્યક્રમમાંથી કાર્ડ કઢાવેલ હોય તો ત્યાંથી કાર્ડ નીકળશે અને જો ત્યાંથી કેન્સલ થાય તો તે બાદ અહીંથી કાર્ડ કાઢી આપવામાં આવશે.

આમ, સેવાસેતુ કાર્યક્રમમાં જે લોકોના કાર્ડ બે મહિનાથી અપડેટ થયા નથી. તે લોકો હેરાન થઈ રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા છે. આવામાં અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું એક જાગૃત નાગરિકે રોષભેર જણાવ્યું હતું.

વાંકાનેર શહેર ભાજપે આવતીકાલે પીએમ મોદીના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ, નિદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ત્યારે વાંકાનેર શહેરના ભાજપના અગ્રણીઓને જણાવવાનું કે આ પૂર્વે તમે મીડિયામાં 80 આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા ના અહેવાલ અને ફોટા છપાવ્યા હતા તે આયુષ્યમાન કાર્ડ માટે લોકો ધક્કા ખાઈને, ફોન કરીને, માનસિક ટેન્શન ભોગવીને પોતાનું આયુષ્ય ઓછું કરી રહ્યા છે. આજે લોકો આયુષ્યમાન કાર્ડ માટે હેરાન-પરેશાન થઇ રહયા છે…!! પહેલા તે આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવો અને પછી જ નવા કાર્ડ કઢાવી આપ્યાની પ્રેસનોટ છપાવજો, અન્યથા લોકોને હવે સરકારના કે ભાજપના આવા કાર્યક્રમ પર વિશ્વાસ રહેશે નહીં જોઈએ વાંકાનેર ભાજપના આગેવાનો જે સેવા સેતુ કાર્યક્રમમાં 60 આયુષ્યમાન કાર્ડ અપલોડ નથી થયા તેમાં શું કરી શકે છે.

સેવાસેતુ કાર્યક્રમમાં કઢાવેલ આયુષ્યમાન કાર્ડ અપડેટ માટે ઉપરના અધિકારીઓને ફોન કર્યા પણ કોઈ પરિણામ ન મળ્યું
આ સમાચારને શેર કરો