Placeholder canvas

વાંકાનેર: જોધપરની ખારીમાંથી 103 પેટી વિદેશી દારૂ પકડયો

વાંકાનેર 27 નેશનલ હાઈવે પર આવેલ જોધપુર ગામની ખારીમાંથી વાંકાનેર તાલુકા પોલીસ 103 પેટી વિદેશી દારૂ પકડી પાડયો છે.

વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ આર પી જાડેજા અને તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને મળેલી ખાનગી બાતમી આધારે તપાસ કરતા જોધપરની ખારીમાંથી, લીંબડી ધાર પાસે થી ગોડાઉનમાંથી રૂ.513600ની કિંમતનો 2880 અલગ-અલગ બ્રાંડની અંગ્રેજી દારૂની બોટલ મળી આવી હતી.

આ 513600 ની કિંમત 103 પેટી અંગ્રેજી દારૂ ના મુદ્દામાલ સાથે 1,હીરોજ હાસમભાઇ મેણ, રહે. દેવપરા રાજકોટ. 2, નિર્મળ હંસરાજભાઈ માણેક (લાલો) રહે. જીલ્લા ગાર્ડન રાજકોટ, 3, ધવલ રસિકભાઈ સાવલિયા રહે. કોઠારીયા મેઇનરોડ રાજકોટ આ ત્રણેય આરોપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો