Placeholder canvas

પીપળીયારાજને પણ વાલાસણ જેવું પાણીનું સુખ કરાવી દેશું -કેસરીદેવસિંહજી

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીપળીયારાજ સીટના તાલુકા પંચાયતના ઉમેદવાર અને તીથવા જિલ્લા પંચાયતના ઉમેદવારના વાલાસણ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વાલાસણમાં એક વખતે પાણીની ખૂબ તકલીફ હતી પરંતુ વાલાસણ ગામે ખંતીલા અને ઉત્સાહી સરપંચ ચૂંટ્યા તેઓએ વાલાસણ ગામને પાણીનું સુખ કરાવી દીધું છે. ત્યારે વાલાસણ અને પીપળીયારાજ ગામના સમજુ મતદારો તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારને મત આપીને વિજેતા બનાવશે તો અમો પીપળીયા રાજમા પાણીના સુખ માટે સાથે રહેશું.

કેસરીદેવસિંહજીએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લા પંચાયત ભાજપની બની રહી છે અને વાંકાનેર તાલુકા પંચાયત પણ આપણી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે વાલાસણ અને પીપળીયારાજ ગામના મતદારો અમોને પીપળીયારાજ તાલુકા પંચાયત અને તીથવા જિલ્લા પંચાયતની સીટ ભેટમાં આપે, અમો પણ આ વિસ્તારના લોકોને આપવામાં પાછું વળીને નહીં જોઈએ. હવે આપણે સૌએ સાથે મળીને એક નવી શરૂઆત કરવાની છે. એમાં તમારો સહકાર માંગવા આવ્યો છું.

કેસરીસિંહે કરેલી આ વાતને લોકોએ વધાવી લીધી હતી અને ખાતરી આપી હતી કે અમારા બંને ગામોમાંથી ગામના વિકાસ માટે ભાજપને મત આપીશું અને અપાવીશું.

આ સમાચારને શેર કરો