Placeholder canvas

લે બોલ ! શિક્ષકે વિધાર્થિને લેશન મોડુ આપ્યુ તો વાલીએ શિક્ષકને ધમકી આપી !

વાંકાનેર : લોકડાઉનના કારણે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે લુણસરમાં એક વાલીએ શિક્ષકને હોમવર્કને લઈને મારી નાખવાની ધમકી આપેલ છે.

ગત તા. 27 એપ્રિલના રોજ લુણસર ગામમાં રહેતા શિક્ષક જિતેન્દ્રભાઇ જીવરાજભાઇ વાટુકીયા પોતાની વાડીએ સાંજના સમયે હતા ત્યારે મજબુતસિંહ કીરીટસિંહ ઝાલા (ધંધો ખેતી, ઉ.વ. ૩૭, રહે. ગામ જુના કણકોટ) એ શિક્ષક જિતેન્દ્રભાઇ એ તેના મોબાઇલ ફોનમાં વાત કરતી વખતે પોતાનો દિકરા લકકીરાજસિંહને લેશન આપવા બાબતે જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ગેરવર્તન કરેલ હતું અને જો પોતે સ્કુલે આવશે તો ટાટા ટાંટીયા ભાંગી નાખીશ અને આ બાબતે જો કોઇને કહિશ તો તને જાનથી મારી નાખીશ તેમ ફોન ઉપર ધમકી આપી હતી. આથી, ગઈકાલે તા. 1 મેના જિતેન્દ્રભાઇએ મજબુતસિંહ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો