Placeholder canvas

લજાઈ ગ્રામ પંચાયત ને અલીગઢી તાળા

By jayesh Bhatasna -Tankara

લજાઇ: ગ્રામ પંચાયતના સભ્યોને અંધારામાં રાખી બે જણાએ ખાલી સભ્યોની બેઠી બિનહરીફ ચૂંટણી કર્યાનો આરોપ વિકાસ કામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય લજાઈ ના નગરજનોએ રાત્રી સભા કર્યા બાદ ગ્રામ પંચાયત ને માર્યા તાળા. બધુ નિયમોનુસાર થયું હોવાનું તલાટી ની વાત મહિલા સરપંચ પાસે ફોન ન હોય સંપર્ક ન થઇ શક્યો.

ટંકારાના લજાઈ ગામ એ ખાલી સભ્યની કોઈને જાણ કર્યા વગર બે જણાએ બેઠી ચૂંટણી કરી હોવાની રાવ સાથે લજાઈના નગરજનો રાત્રી સભામાં મળ્યા હોય જેમાં સરપંચને અને સભ્યો ને બોલાવી આ બાબતની ચર્ચા અર્થે મિટિંગ કરી હતી જેમાં મહિલા સરપંચ હાજર રહ્યા ન હોય અને વિકાસ કામોમાં મામકાવાદ સાથે ભ્રષ્ટાચાર થતો હોવાની વાત ને લઈને કોઈ જવાબ ન મળતાં ગ્રામ પંચાયતને તાળા બધી કરી ભર શિયાળે રાજકીય ગરમાવો આવ્યો છે. તાળા ખુલશે કે ટુટશે?

ઉલ્લેખનીય છે કે ટંકારાનો ઉદ્યોગ જગત લજાઈ ના સીમાડા મા પથરાયેલો હોય આ પંચાયતની ચૂંટણી અને પંચાયતની બોડીનુ મહત્વ અદકેરૂ છે પણ આજ ગામના મહિલા સરપંચ પ્રભાબેન નો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સરપંચ ફોન નથી રાખતાનો ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. જો કે તલાટી કમ મંત્રી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચુટણીની પ્રક્રિયા નિયમોનુસાર અને યોગ્ય રીતે કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ છે કે આ તાળા કોણ તોડશે અને ક્યારે?

આ સમાચારને શેર કરો