મોરબી: મોરબી સિવિલના આઇસોલેશ વોર્ડમાં દાખલ મહિલાનું મોત, કોરોનાનો રિપોર્ટ બાકી

મોરબી : ગઈકાલે તેઓને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વિભાગમાં દાખલ દાખલ કરવામાં આવેલ મહિલાનું મોત નીપજ્યું છે.

મોરબીમાં રહેતા અરુણાબેન જગદીશભાઈ કોટક નામના મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને ગઈકાલે મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યું હતુ. પરંતુ સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલાં જ દાખલ થયાના થોડા સમયમાં આ મહિલાનું મોત નીપજ્યું હતું. આથી, જેથી લીલાપર રોડ ઉપર આવેલ વિધુત સ્મશાન ગૃહમાં કોરોના દર્દી માટે અનામત રાખેલી ભઠ્ઠીમાં આ મહિલાની અંતિમવિધિ કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •