Placeholder canvas

ખેડુત પરેશાન: રવિ પાકના બમ્પર વાવેતરથી ખાતરની અછત.

રાજ્યમાં ખાતરની અછત અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે ગુજરાતમાં ખાતરની કોઈ સમસ્યા નથી. ચાલુ વર્ષે લાંબા ચોમાસાને કારણે રવિ પાકનું બમ્પર વાવેતર થયુ છે. જેનાથી ખાતરની માંગ વધી છે. ચાલુ વર્ષે 6 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવી દેવાયુ છે. જોકે અમુક સેન્ટરોમાં ખાતર ઓછુ પડતુ હોવાની ફરિયાદો ઉઠી હતી તેના નિરાકરણ માટે કેન્દ્ર સાથે ચર્ચા કરીને ખાતરનો વધુ પુરવઠો માંગવામાં આવ્યો છે.

આ વર્ષે 11 લાખ મેટ્રીક ટનની સામે 6 લાખ મેટ્રીક ટન ખાતર મળી ચૂક્યુ છે અને 2 લાખ મેટ્રીક ટન ખાતર પણ ટૂંક સમયમાં મળી જશે. હાલમાં 50 હજાર ટન ખાતર ઈમરજન્સી ઉપયોગ માટે રખાયુ છે. ખાસ કરીને મહેસાણા, રાધનપુર, અને સાતલપુર વિસ્તારોમાં ખાતર મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે.

આ સમાચારને શેર કરો