Placeholder canvas

મોરબી: હાજીપીર સેવા સમિતિ દ્વારા સુકુન હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરાય

મોરબી: છેલ્લા કેટલાક વર્ષોથી હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરીને પદયાત્રીઓને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સુકુન હોસ્પિટલનું સંચાલન કરવામા આવી રહ્યું છે. જેમાં લેબોરેટરીની સુવિધા ન હતી અને દર્દીઓ ને રિપોર્ટ કરવા માટે બહાર જવું પડતું હતું.

આ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના રિપોર્ટ વ્યાજબી ભાવે કરવામાં આવે છે. સમગ્ર મોરબીવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હાજીપીર સેવા સમિતિનું સંચાલન હાજી અબુભાઈ સાયકલવાળા, આરીફભાઈ તકદીર ટ્રાન્સપોર્ટ,રાજકભાઈ ગનીભાઈ પાયક અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા લેબોરેટરીના સાધનોનું દાન શરીફભાઈ સમય રોડલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો