Placeholder canvas

રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીનાં ઓછા ભાવ પ્રશ્ર્ને કિશાન સંઘનો હોબાળો

લોકડાઉન વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે દૈનિક ડુંગળીની પણ ટનબંધ આવકો થઇ રહી છે પરંતુ ખેડૂતોને આ ડુંગળી સાવ પાણીનાં ભાવે વેંચવી પડી રહી છે. આથી, ખેડૂતોને મોટી નુકસાની થઇ રહી છે.
ડુંગળીનાં આ સાવ ઓછા ભાવપ્રશ્ને આજે કિશાન સંઘ વિફર્યા હતાં. અને રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે હોબાળો મચાવેલ હતો.

ચાલુ વર્ષે ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું છે. આથી યાર્ડમાં રોજ આવક પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. પરંતુ ખેડૂતોને આ ડુંગળીના ભાવ પૂરતા મળતા નથી હાલમાં ડુંગળીનો કિલોનો ભાવ રુા. 2 થી 5 માંડ મળી રહ્યો છે. આથી ખેડૂતોની કફોડી હાલત છે.

આથી ખેડૂતોના હિત માટે સરકાર ડુંગળીની ટેકાનાં ભાવે ખરીદી કરે અને વધુમાં વધુ ડુંગળીની નિકાસનું પ્લાનીંગ કરે તેવી કિશાન સંઘની માંગ છે. કિસાન સંઘનાં સખીયાએ એવું પણ જણાવેલ કે, યાર્ડમાં હરાજી કર્યા વિના જ દલાલો ડુંગળી વેચી નાખે છે.

આ સમાચારને શેર કરો