Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ૧લી એપ્રિલથી PSIની પરીક્ષા માટેના તાલીમ વર્ગ 

કેરીયર કાઉન્સેલીંગ અને ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આયોજન

સૌરાષ્ટ્ર યુનિ.માં કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા પીએસઆઇની 138ર જગ્યા માટેના પ્રીલીમીનરી પરીક્ષાના કોચીંગ વર્ગનું ૧લઈ એપ્રિલને ગુરૂવારથી આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ વર્ગમાં ગૃહવિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પોલીસ દળ વર્ગ-3ના અભ્યાસક્રમમાં જનરલ સ્ટડીઝના વિષયો જેવા કે, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન તેમજ મેન્ટલ એબીલીટી વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે.

ઉપરોકત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ તા.30-3 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ગુજરાત પોલીસ દળ વર્ગ-3નું ઓનલાઇન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઇ.ડી. પ્રુફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો