Placeholder canvas

રાજકોટમાં GPSC ક્લાસ 1 અને 2 ની પરીક્ષા શરુ, 51 કેન્દ્ર પર 11620 ઉમેદવારોએ પરીક્ષા આપશે 

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં આજે 21 માર્ચના રોજ GPSC વર્ગ 1-2ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ 51 કેન્દ્ર પર 11620 ઉમેદવારો પરીક્ષા આપશે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે એક વર્ગમાં માત્ર 24 વિદ્યાર્થીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડવામાં આવશે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ-1, 2, ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ-1 અને 2 તેમજ જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં ભરતી માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે પરીક્ષા લેવાશે.

GPSC પરીક્ષામાં બે તબક્કામાં પેપર લેવાશે. જ્યાં આજે સવારે 10 વાગ્યાથી 1 અને બપોરે 3 થી 6 દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. રાજકોટમાં લેવાનારી GPSCની પરીક્ષામાં કલાસ-1 કક્ષાના અધિકારીઓની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. તેમજ આ પરીક્ષા માટે પ્રશ્નપત્રો બહુમાળી ભવન ખાતે આવેલી ટ્રેઝરી કચેરીમાં રાખવામાં આવશે. આ પરીક્ષાને લઈને સુપરવિઝન માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની એક ફ્લાઈંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે.

ભરતી માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે પરીક્ષા લેવાશે.
ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કેન્દ્રો ઉપર જઈને સુપરવિઝન કરશે
ઉલ્લેખનીય છે કે આજરોજ યોજાનાર આ પરીક્ષામાં કોઈ અઘટિત બનવા ન બને તે માટે ડેપ્યુટી કલેકટર અને મામલતદારની ખાસ સ્કોડ ટીમ તૈયાર કરવામાં આવી છે જેઓ વિવિધ કેન્દ્રો પર જઈને સુપરવિઝન કરશે. તદુપરાંત કેન્દ્રોની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રત્યેક કેન્દ્રો પર CCTV દ્વારા પર નજર રાખવામાં આવશે

જીપીએસસી દ્વારા તા.21ને રવિવારે યોજાનારી પરીક્ષામાં કોઇ ગેરરીતિ થાય નહીં તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રની આજુબાજુની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં, તેમજ 100 મીટરની ત્રિજ્યામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં અને શાળાઓમાં પણ સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો