Placeholder canvas

ચાલો આપણે સૌ ૨૭માર્ચ, શનિવારે ‘અર્થ અવર’ ઉજવીએ

અર્થઅવરની સ્થાપના સને-૨૦૦૭ માં ઓસ્ટ્રેલીયામાં સીડની ખાતે ૧૩૮ થી વધારે દેશના કલાઈમેન્ટ એકશનમાં કામ કરતા પ્રતિનિધીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ અર્થ અવર આખી દુનીયામાં માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ એક કલાક વિજળી બંધ રાખી ઉજવવામાં આવે છે.

સમગ્ર દેશ અને દુનિયામાં વિજળીનો વપરાશ અતિ વધતો જાય છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ઓઝોન સ્તર ગાબડા પડવાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધતો જાય છે નવાઈની વાત એ છે કે દેશમાં હજુ સુધી કેટલાક ગામડાઓ એવા છે કે જયા વીજળી પહોંચતી નથી અને પહોંચે છે ત્યાં અતિ વપરાશ થાય છે.

મોટા મોટા ઉદ્યોગ, કારખાના ચલાવવા માટે વિજળીની આવશ્યકતા સમજી શકાય છે તેથી વીજળી બચાવ માટે અન્ય વિશિષ્ટ ઉપાયો કરવાની આવશ્યકતા છે માટે રોજબરોજની જીદગીમાં વીજળીમાં વિજળીનો વપરાશ ઘટાડવાની સાથે સાથે આ વર્ષ ૨૭ માર્ચ, શનિવારના અર્થ અવર ૨૦૨૧ અંતર્ગત રાત્રીના ૮-૩૦ થી ૯-૩૦ કલાકે સમગ્ર વિશ્વના લોકો વિજળીથી વપરાતા તમામ ઉપકરણો બંધ રાખીને પર્યાવરણ બચાવવાના કાર્યમાં સહભાગી થઈએ. –૨મેશ ઠકકર 9909971116

આ સમાચારને શેર કરો