Placeholder canvas

મોરબી: જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા સામે લાંચની માંગણીનો ગુનો નોંધાયો.

મોરબી : જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન અને હાલના પ્રમુખે રૂ.3 લાખની લાંચ માગ્યાનો ગુનો એસીબીમાં નોંધાતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આશરે દોઢ વર્ષ અગાઉ તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હતા ઍ વખતે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ જમીનને બિનખેતી કરવા માટે તેમણે એક અરજદાર પાસે રૂ.3 લાખની લાંચ માંગણી કરી હતી.જે તે સમયે અરજદારે ફરિયાદ કરતા એસીબીની દોઢ વર્ષની તપાસના અંતે લાંચ માગ્યાનો ગુનો સાબિત થતા અંતે તેમની સામે આજે એસીબીએ રૂ.3 લાખની લાંચ મંગયાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અગાઉની ટર્મમાં કારોબારી ચેરમેન હતા તે દરમિયાન વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સર્વે નં.૪૦ ની ખેતીની કુલ ૨૯૫૪૨ ચો.મી.પૈકી ૧૯૫૨૬ ચો.મી. જમીન પથ્થરો કાઢવા માટે બિનખેતી કરાવવા સારૂ જીલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે અરજી કારવામા આવી હતી. આ ખેતીની જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે રૂા.૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ની રકમની લાંચની માંગણી ફોન ઉપર ૦૬/૦૪/૨૦૧૭ ના રોજ કરવામાં આવી હોવાની એસીબીમા એક અરજદારે આધાર પુરાવા સાથે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ અંદાજે દોઢેક વર્ષ પૂર્વે નોંધાઇ હતી. જેની ફરિયાદ મોરબી એસીબીના ઈન્સ્પેકટર એમ.બી.જાની દ્વારા ચલાવવામાં આવી હતી. આ ફરિયાદ બાદ હાલ જિલ્લા પંચાયત પ્રમુખ અને તે સમયના કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ લાંચની માંગણી કરી હોવાનું ખુલતા તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેંઓની ધરપકડ તોળાઈ રહી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો