Placeholder canvas

પંચમહાલના લાપતા ૪ યુવાનોની કાર વોંકળામાંથી મળી.

2 યુવાનની ડેડબોડી મળી, 2ની શોધખોળ ચાલુ

જુનાગઢ: પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનો ની કાર જૂનાગઢ પાસે થી એક નદીના ઊંડા પાણી માંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે, બે દિવસ પહેલા ચાર યુવાનો ફરવા આવ્યા હતા પરંતુ રવિવારે વહેલી સવાર થી ગુમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનો રવિવારની વહેલી સવારથી સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનો ના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે ૧૦ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. પરંતુ શોધખોળના અંતે જૂનાગઢથી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી ગામ પાસેના વેકરા નામના વોકળામાં ડૂબી ગયેલી હાલતમાં કાર મળી આવી હતી, ત્યાર પછી જૂનાગઢ ફાયર બ્રિગેડ શાખા અને 108 ને જાણ કરતા ક્રેઈન થી કાર ને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી જેમાં થી જીજ્ઞેશ પટેલ અને મૌલિક પટેલ એમ બે યુવાનની લાશ મળી આવી છે. જયારે બીજા યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી છે..

ગોધરાના રામપુરા ગામના પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહિત પટેલ અને જીગર પટેલ એમ ચારેય યુવાનો સૌરાષ્ટ્રમાં વીરપુર અને સોમનાથ દર્શન કરવા આવ્યા હતા, વીરપુર માં જલારામ બાપાનાના મંદિરે દર્શન કાર્ય પછી આ યુવાનો જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢ થી સોમનાથ દર્શન કરવા માટે રવાના થયા હતા પરંતુ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ડ્રાયવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જી. જે.૧૭ .બીએચ. ૬૦૨૯ નંબરની ઇકો કાર રોડ ઉપર થી સિધ્ધીજ વેકરા નામના વોકળા ના ઊંડા પાણીમાં ગર્ક થઇ ગઈ હતી જેમાં સવાર ચાર યુવાનો પૈકી બે યુવાનો જીગર પટેલ અને મૌલિક પટેલ ની લાશ મળી આવી છે, જયારે પિનાકીન પટેલ અને મોહિત પટેલ ની શોધખોળ ચાલી રહી છે.

ચારેય યુવાનોમાં પીનાકીન પટેલના પત્ની તાલાલાના વતની હોય જેથી ચારેય યુવાનો પીનાકીનના સસરાના ઘરે આંટો મારવા જવાનું કહી રવાના થયા હતા, પરંતુ તાલાલા નહિ પહોંચતા પરિવારજનોએ ફોન કરતા એક સાથે ચારેય યુવાનોના ફોન બંધ આવતા હતા જેથી જૂનાગઢ થી તાલાલા જતા તમામ રસ્તે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, પોલીસે મોબાઇ ટાવર ના લોકેશન આધારે શોધખોળ કરી હતી અને જૂનાગઢ શહેર ના અનેક સ્થળોના CCTV કેમેરા ને પણ તપસ્યા હતા, જે બે યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલની ભાળ નહિ મળતા હવે મંગળવારે સવાર થી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું

મોબાઈલ નંબરનું લોકેશન છેલ્લે જૂનાગઢથી બહાર નીકળતા ઇવનગર મેંદરડા રોડ પરના વિસ્તારમાં બતાવતા અહીના સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી હતી, પોલીસના કહેવા મુજબ તા.૮ ને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે તેમના મોબાઈલના લોકેશન બતાવ્યા બાદ મોબાઈલ સ્વીચઓફ બતાવ્યા હતા, ત્યારથી તેઓ લાપતા છે. આ અંગે એસપી સૌરભસિંઘે જૂનાગઢ ના DYSP પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે. બી. ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની ૧૦ ટીમોને ચારેય યુવાનોની શોધખોળમાં લગાવ્યા હતા, .તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સામાજિક અગ્રણી ડૉ. સુરેશચંદ્ર પટેલ ની આગેવાની માં 50 જેટલા યુવાનોએ પણ શોધખોળ આદરી હતી.

આ સમાચારને શેર કરો