Placeholder canvas

તાલુકા પંચાયતની પંચાસીયા બેઠક પર જસ્મીનબેન બ્લોચનું પલડું ભારે…

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાશિયા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર જસ્મીનબેન જાવીદભાઈ બ્લોચનું પલડુ ભારે દેખાઈ રહ્યું છે.

તાલુકા પંચાયતની પંચાસીયા બેઠક પર આવતા વાંકીયા, પંચાસીયા અને રાણેકપર ગામ આવે છે. વાકિયા અને પંચાસીયા ગામમાં ભાજપ તરફનો મતદારોમાં જોક જોવા મળી રહ્યો છે. આ બંને ગામમાંથી તેવો મોટી લીડ સાથે આગળ વધશે અને રાણેકપર ગામમાં પણ તેઓને વધુ મળે તે માટે ઉમેદવારના સસરા ગુલમહંમદભાઈ બ્લોચ અને તેમના ટેકેદારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આમ આ સીટ પરથી ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં તેનું પલડું ભારે લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો