મોરબી : લૉકડાઉન વચ્ચે સગી જનેતાએ બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લીધી

મોરબીમાં લૉકડાઉન વચ્ચે આજે સવારે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોરબીના વાવડી રોડ પર આવેલા રવિ પાર્કમાં રહેવા માટે પાંચ માસ પૂર્વ એક પરિવાર આવ્યો હતો. મોરબીના શનાળા રોડ પર આવેલા લેજેન્ડ જીમમાં નોકરી કરતા વિષ્ણુ બીસી નામનો ટ્રેનર તેના માલિકના ઘરમાં ભાડા પર તેની પત્ની તુલસી અને દીકરીએ સાથે રહે છે. આજે સવારે અગમ્ય કારણસર તેની પત્ની તુલસી બીસીએ આશરે 8:30 વાગ્યાના સુમારે તેની પાંચ વર્ષની પુત્રી સર્જિની અને નવ માસની પુત્રી પૂજાનું ગળું દબાવીને હત્યા કરી લીધી હતી. જે બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાની સાથે જ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, એ ડિવિઝન PI આર. જે. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એફએસએલની મદદ લઈને જીણવટભરી તપાસ હાથ ધરી છે. આ બનાવ ક્યા કારણસર બન્યો તે જાણવા મળ્યું નથી. બે માસૂમ બાળકીઓનાં મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 111
  •  
  •  
  •  
  •  
  •  
    111
    Shares