Placeholder canvas

જામનગર: આગ લાગતા ક્લાસીસમાં ભણતા બાળકોને પહેલા માળેથી ઉતાર્યા

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામનાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં.

જામનગર : શહેરમાં સુરત ટ્યૂશન ક્લાસની હોનારત થતા થતા રહી ગઇ છે. જી.જી. હોસ્પિટલ પાસે આવેલા રાધેક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલા ડો.બત્રાનાં હોમિયોપેથી ક્લિનિકમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં સુપર ગ્રેવીટી નામનાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પહેલા માળની બાલ્કનીમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.

આને પગલે બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા આવી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ ગોઝારી દુર્ઘટનામાં આસપાસનાં સ્થાનિકોએ સુપર ગ્રેવીટી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા બાળકોનાં જીવ બચાવ્યાં હતાં. સમયસૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને બાલ્કનીમાંખી બહાર કાઢવામાં આવ્યાં હતાં.

કોમ્પલેક્ષમાં આગ લાગવાને કારણે ત્યાંનાં તમામ લોકો ફટાફટ નીચે ઉતરી ગયા હતાં. હોમિયોપેથી ક્લિનિકમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ક્લિનિકમાં ફાયર સેફ્ટીના સાધનો જ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ રાધેક્રિષ્ના એવન્યુ નામના આ કોમ્પલેક્સમાં આવેલી એક પણ ઓફિસો અને દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો નથી. સિવાય કે સુપર ગ્રેવીટી ટ્યુશન ક્લાસમાં જ ફાયર સેફ્ટીનાં સાધનો રાખવામાં આવ્યાં છે.

આ સમાચારને શેર કરો