Placeholder canvas

વાંકાનેર: સીરામીક ફેકટરીમાં પાર્સલમાં બૉમ્બ મોકલનાર આરોપીના જામીન મંજુર

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર સેટમેક્સ સીરીમિક્સમાં પાર્સલ બોમ્બ મોકલનાર આરોપીના કોટે જામીન મંજુર કરેલ છે.

પૈસા માટે સાઉથ મુવી જોઈ બૉમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની ટૂંકમાં હકીકત એવી કે તા.૦૭-૦૧-૨૦૨૧ ના રોજ સેટ મેક્સ કારખાના ના સિક્યુરિટી ને એક ભાઈ પ્લાસ્ટિક ની થેલી તથા એક ચિઠ્ઠી આપી નીકળી ગયેલ અને કહેલ કે તમારા કારખાના ના માલિક ને આપી દેજો અને ત્યારબાદ આ પાર્સલ સિક્યુરિટી ગાર્ડએ સેટ મેક્સ કારખાના માલિક ને પાર્સલની થેલી અને ચિઠ્ઠી આપેલ જે કારખાના માલિકે ખોલી ને જોતા એક સફેદ કલર નું લંબ ચોરસ જેવું બોક્સ હતું જેના ઉપર લાલ કલર ની માર્કર પેનથી setmax લખેલ હતું જે બોક્સ ખોલી જોયેલ તો તેની અંદર ડિજિટલ ઘડિયાળ હતી જેમાં અંગ્રેજીમાં નંબર ચાલુ હતા બાજુમાં સર્કિટ લગાડેલ હતી અને નાની બેટરી સાથે વાયર લગાડેલ હતા જેથી ફરિયાદીએ ઓફિસની બહાર નીકળી અને ખુલ્લી જગ્યામાં રાખી દીધેલ અને બોક્સ સાથે મોકલેલ ચિઠ્ઠીમાં લખેલ નંબર ઉપર આ કામના ફરિયાદી એ ફોન કરેલ તો ફોન રિસિવ થયેલ નહિ

જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ તે અરસામાં આ કામના ફરીયાદીને આરોપીનો ફોન આવેલ અને હિન્દીમાં કહેલ સેટમેક્સ કે શેઠ બાત કર રહે હો જેથી આ કામના ફરિયાદી એ કહેલ કે આપ કોન બોલ રહે હો અને ત્યારબાદ આરોપીએ ફોન કાપી નાખેલ અને ત્યારબાદ આરોપી એ ફરિયાદિને ટેક્સ મેસેજ કરેલ મે જીતના બોલતા હું ઉતના સૂન વરના અપની મોત કા જીમેદાર તું હોંગા અગર અપની ફેમેલી કિ જાન પ્યારી હે તો વગેરે ધમકી ભર્યા મેસેજ મોકલેલ જે અંગેની ફરિયાદ દાખલ થતા આ કામના આરોપી ને અટક કરી જેલ હવાલે કરેલ

ત્યારબાદ આરોપી ના એડવોકેટ મારફત નામદાર કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને આરોપી વકીલની દલીલ અને નામદાર કોર્ટનાં ચુકાદાઓ ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે.
આ કામે આરોપી વતી મુસ્કાન એસોસિયેટસના એડવોકેટ ભુપત એસ. લુંભાણી, શિરાકમુદિન એમ.શેરસીયા તથા એ.એ. માથકીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો