Placeholder canvas

ટંકારા: જીવના જોખમે કામગીરી કરનાર જાંબાજ જવાનનું વડોદરામાં સન્માન

ટંકારા ધસમસતા પાણી માથી કાંગસિયા પરીવાર ની બે દિકરી ને બને ખંભે બેસાડી બહાર કાઢ્યો હતો.

ટંકારા : ગત વર્ષે મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદમાં ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગજબની હિંમત દાખવી ગરીબ પરિવારના બાળકોને પુરની પરિસ્થિતિમાંથી ઉગાર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વૈશ્વિક સ્તરે વાઇરલ થયો હતો. જે પોલીસ કોન્સ્ટેબલનું ઠેર ઠેર સન્માન થયું હતું. ત્યારે હાલમાં વડોદરા ખાતે પણ તેઓનું સન્માન કરાયું હતું.

ટંકારા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ ગત વર્ષે પુરમાં ફસાયેલા ગરીબ પરિવાર અને તેઓના બાળકોને પુરની સ્થિતિમાંથી ભારે જહેમત કરીને બચાવ્યા હતા. બે બાળકીઓને ખભે બેસાડીને છાતી સમાણા પાણીમાંથી બહાર લઈ આવી બચાવતા હોવાનો તેઓનો વિડિઓ ખૂબ વાયરલ થયો હતો. આ વિડિઓ જોઈ પોલીસ પ્રત્યેની લોકોની વિચારધારામાં ખાસો બદલાવ આવ્યો હતો. ટંકારાના આ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનું ઠેર ઠેર સન્માન થયું હતું. રાજ્ય તેમજ કેન્દ્ર કક્ષાએ પણ તેઓની કર્તવ્યનિષ્ઠાની નોંધ લેવાઈ હતી.

હાલમાં જ વડોદરા ખાતે આયોજિત એક સમારોહમાં “રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસિએશન” દ્વારા કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ રિટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસરો પોતાના કાર્યકાળ દરમ્યાન ફિલ્ડમાં પોલીસકર્મીઓ દ્વારા કેવી કઠિન પરિસ્થિતિમાં ફરજ નિભાવવી પડતી હોય છે તેનાથી બખૂબી વાકેફ હોય તેઓ આ પોલીસ કોન્સ.ની ફરજનિષ્ઠાને બખૂબી સમજી શકતા હોય ટંકારાના પો.કોન્સ. માટે આ સન્માન જીવનનું અમૂલ્ય ઘરેણું બની ગયું હતું. મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલા ટંકારા થાણા અધિકારી એલ બી બગડા સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો