સરકારનો મોટો નિર્ણય : શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નહિ

રાજ્ય ભરમાં નવા મોટર વિહિકલ એકટમાં સરકારે હેલ્મેટ ફરજીયાત કર્યું હતું

અમદાવાદ: રાજ્ય સરકારે નવા મોટર વિહિકલ કાયદામાં લાઇસન્સ, પીયુસી અને RTO માન્ય નબર પ્લેટની સાથે હેલ્મેટ પહેરવું ફરજીયાત કરવામાં આવ્યો હતો, પરંતુ હેલ્મેટને લઈને લોકો સતત વિરોધ કરતા હતા. આ લોક રોષ સામે સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. જેમાં સરકારે શહરી વિસ્તારમાં પણ હેલ્મેટ પહેરવો ફરજીયાત કર્યો હતો, હવે તેમા છુટ આપી છે. હેલ્મેટ પહેરવા પર શહેરી વિસ્તારને બાદ રાખવામાં આવ્યો છે મતલબ કે હવે તમે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરો તો પણ ચાલશે. પરંતુ રોડ કે હાઇવે પર ફરજિયાત પહેરવાનો રહેશે.

આ સમાચારને શેર કરો
  • 101
  •  
  •  
  •  
  •  
  •  
    101
    Shares