Placeholder canvas

ઈરાને અમેરિકાની વિરુદ્ધ યુદ્ધનું કર્યું એલાન! મસ્જિદ પર લહેરાવ્યો લાલ ઝંડો

લાલ ઝંડાનો અર્થ થાય છે બદલાની કાર્યવાહી કે પછી યુદ્ધનું એલાન
ઈરાને કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાની ના મોત બાદ અમેરિકાની વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન ઈરાનના કૌમ સ્થિત મુખ્ય મસ્જિદ પર લાલ રંગનો ઝંડો ફરકાવ્યો છે. ઈરાનની સરકારી ટીવી ચેનલે દર્શાવ્યું કે પવિત્ર શહેર કૌમમાં જમકારન મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો લગાવવામાં આવ્યો છે. શિયા સમુદાયમાં લાલ ઝંડાનો અર્થ થાય છે બદલાની કાર્યવાહી કે પછી યુદ્ધનું એલાન.

અહીં કૌમમાં મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવવાની સાથે લાઉડ-સ્પીકર પર દુઆ માંગતા સાંભળવા મળ્યા. તેને પૈગંબર મેહદીના ફરીથી પ્રકટ થવાની દુઆ તરીકે જોવામાં આવી રહી છે, જેના વિશે ઈસ્લામી માન્યતા છે કે અંતિમ સમયમાં (કયામતથી પહેલા) તેઓ ધરતીથી અનિષ્ટના અંત માટે ફરી પ્રકટ થશે.

સ્થાન‍િક લોકો મુજબ, પવિત્ર શહેર કૌમના ઈતિહાસમાં પહેલી ઘટના છે જ્યારે મસ્જિદની ઉપર લાલ ઝંડો લગાવવમાં આવ્યો છે. નોંધનીય છે કે, શનિવારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ સુલેમાનીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ તેમના પરિવારને ભરોસો આપ્યો કે ટૂંક સમયમાં સુલેમાનીના મોતનો બદલો લેવામાં આવશે.

નોંધનીય છે કે, શનિવાર રાત્રે બગદાદમં અમેરિકાની એમ્બેસીની બહાર રૉકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો. આ હુમલો અમેરિકાની એમ્બસીની નજીક અને અમેરિકાની એરબેઝ પર થયો. બે રૉકેટ એમ્બસીની નજીક પડ્યા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો