Placeholder canvas

માનવતા મહેકી: મહામારીમાં લોકોની મદદે આવતા ઉદ્યોગ ગૃહો…

ઓક્સિજન મશીન, સિલિન્ડર, એમ્બ્યુલન્સ વગેરે સુવિધા આપીને આ મહામારીમાં લોકોની મદદે આગળ આવીને માનવતા મહેકાવી છે.

વાંકાનેર: ગઈકાલે ઓક્સિજનના આભાવ થી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. આ દુઃખદ સમાચાર સામે આવ્યા બાદ લોકો આ મહામારીમાં લોકોની વહારે આગળ આવી રહ્યા છે, જે લોકોથી જે રીતે બની શકે એવી મદદ કરી રહ્યા છે.

વાંકાનેરમાં સિગ્મા એજન્સી, સહયોગ બેંક, ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ, ગેલેક્સી બેંક, વિકાસ ઇન્ડસ્ટ્રીઝ, સિપાઈ જીન, તકદીર પોલ્ટ્રી ફાર્મ, ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ અને નવજીવન ટ્રસ્ટ સીંધાવદર વિગેરે લોકો આગળ આવીને ઓક્સિજનના મશીન સિલિન્ડર પોતે ખરીદી કરીને લોકોને ફ્રીમાં વાપરવા માટે આપી રહ્યા છે. જેથી લોકોના ઓક્સિજનના અભાવથી જાન ન જાય તેવી માનવતા દાખવીને વાંકાનેરના નાના મોટા ઉદ્યોગ ગૃહો અને આર્થિક રીતે સુખી સંપન્ન લોકો આગળ આવ્યા છે તે અભિનંદન ને પાત્ર છે.

આ જ રીતે મોરબી થી દર્દીને લઇને રાજકોટ કે જામનગર જવાનું થાય તો હિતેષ રામાવત અને તેના મિત્રો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર રાજકોટ કે જામનગર દર્દીને ફ્રિમાં પહોંચાડી આપે છે. એ માટે 93742 42421/ 96924 22222 આ નંબર પર સંપર્ક કરવો

જો કોઈને ઓક્સિજન માટેની જરૂરિયાત ઊભી થાય તો ઉરોકત માંથી કોઈપણ જગ્યાએ સંપર્ક કરવો… તેમજ તમારે જરૂરિયાત પૂરી થાય તો તાત્કાલિક પરત કરી દેવું જેથી અન્ય જરૂરિયાતમંદ દર્દીને તે ઉપયોગમાં આવી શકે…

આ સમાચારને શેર કરો