Placeholder canvas

મોંઘી ક્રિમ-પાઉડર વાપરવાનું અને ફિલ્મ જોવાનું ઓછું કરો તો પણ તેલ-શાકભાજીનો વધેલો ભાવ પરવડે

પ્રશ્ન એ છે કે, તેલ કે શાકભાજીના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળે છે? કે પછી માત્ર વચોટીયા વેપારીઓને જ ફાયદો મળે છે?

તેલ કે શાકભાજીના ભાવમાં વધારો થાય એટલે હોબાળો મચી જાય છે, અને ચારે દિશામાંથી એક જ બુમ આવે છે કે ભાવ વધારો થયો ભાવ વધારો થયો. તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે, પરંતુ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે, ભાવ વધારો થતા હોબાળો મચી ગયો. પરંતુ ભાવ ઘટે છે, અને ખેડૂતોની કફોડી સ્થિતિ થાય છે, ત્યારે તો ખેડૂતોની પડખે કોઈ ઉભું રહેતું નથી.

વધુમા જણાવ્યુ હતુ કે, એક પરિવારને એક વર્ષમાં એક તેલનો ડબ્બો જોઈએ, અને ડબ્બામાં ત્રણસો રૂપિયા વધે એટલે એક દિવસનો એક રૂપિયો ભાવ વધારો થયો છે. જો પરિવારમાંથી એક વ્યક્તિ વ્યસન છોડે તો પણ બચત થઈ જાય. મહિલાઓ મોંઘી આવતી ક્રિમ, પાવડર પણ લગાવવાનું ઓછું કરે તો પણ એટલો ભાવ ઓછો થઈ જોય છે. એક પરિવાર પિચર જવાનું ટાળે તો પણ ઘરનો ખર્ચ નીકળી જાય. પરંતુ જે ખેડૂત મેહનત કરે છે, પસીનો પાડે છે, અને તેને વળતર મળવાનો પ્રસંગ આવે એટલે ભાવ વધારાના હોબાળો થઈ જાય છે. અત્યારે નાફેડ પાસે 1 લાખ ટન મગફળી ચાલુ વર્ષની પડેલી છે, અને 1 લાખ ટન ગયા વર્ષની છે, એ બજારમાં વેચવા કાઢે તેનું તેલ પિલાવામાં આવે અને બજારમાં મુકવામાં આવે તો તેલના ભાવ ઘટે.

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ વધુમા જણાવ્યુ હતુ કે, આજે ખેડૂતોને ઉત્પાદન કરેલ વસ્તુના ભાવ મળતા નથી, શાકભાજી રોડ પર ફેંકી દેવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ખેડૂતોની પડખે કોઈ આવતુ નથી, અને ભાવ વધે ત્યારે હોબાળો મચી જાય છે. ખેડૂતોએ એક થી બે રૂપિયા કિલો શાકભાજી વેચી દેવુ પડે છે, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ચોમાસામાં અતિવૃષ્ટ્રીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો, અને શિયાળામાં ઉત્પાદન વધુ થયુ, પરંતુ ભાવ ન મળવાના કારણે રડવાનો વારો આવ્યો છે. અત્યારે રિટલ માર્કેટમાં 20 થી 30 રૂપિયા કિલો શાકભાજી મળી રહ્યુ છે. પરંતુ બીજી તરફ ખેડૂતોને 2 થી 3 રૂપિયા કિલો શાકભાજી વેચવુ પડે તેવી સ્થિતિ સર્જાય છે. જેના કારણે ખેડૂતોને ખર્ચનુ પણ વળતર મળતુ નથી, અને એટલા નીચા ભાવ મળી રહ્યા છે. ખેડૂત માર્કેટમાં શાકભાજી પહોચાડવાને બદલે રોડ પર ફેકી દેવુ પડે છે. હવે પ્રશ્ન એ છે કે, તેલ કે શાકભાજીના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળે છે? કે પછી માત્ર વચોટીયા વેપારીઓને જ ફાયદો મળે છે?

આ સમાચારને શેર કરો