Placeholder canvas

આજે વાંકાનેર શહેરના કયા વિસ્તારમાં કર્ફીયું છે? જાણો

વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ.પી. પાન સુધી, વાંઢાલીમડા ચોકથી જીનપરા જકાતનાકા અને મિલપ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી તેમજ મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં આજે સાંજના ચાર વાગ્યા સુધી કર્ફીયું રહેશે.

વાંકાનેર: આજેે તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાતી હોય છે. તો મોરબી પંથકમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે. ત્યારે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને વાંકાનેરમાં આવેલ મચ્છુ માતાજી મંદિર આસપાસના વિસ્તાર અને રથયાત્રાના રૂટ પર કર્ફીયું જાહેર કરાયું છે.

મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્ફીયું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ પી પાન સુધી, વાંઢા લીમડા ચોક થી જીનપરા જકાતનાકા અને મિલ પ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી તેમજ મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કર્ફીયું જાહેર કરવામાં આવેલ છે.

આજના આ કલેક્ટરના જાહેરનામાના અનુસંધાને પોલીસ આજે સવારથીજ હરકતમાં આવી ગય છે, આ રૂટના તમામ ચોકો પર પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે. જેથી વાંકાનેરમાં આવતા લોકોએ આ રૂટ અને સમયે ધ્યાનમાં રાખીને આવું, જેથી કરી કોઇ પરેશાની ઉભી ન થાય.બને ત્યાં સુધી આજે વાંકાનેર શહેરમાં આવવાનું ટાળવુ

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો